મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નઝરબાગ દ્વારા ચાર પ્રોજેક્ટ જનતાને અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ લાયન્સનો કાયમી પ્રોજેક્ટ વિધવા બહેનોને રાસન કીટ વિતરણ હતો. આ પ્રોજેકટ હેઠળ 150 જરૂરિયાતી વિધવા બહેનોને દર મહિને રાસન કીટ વિતરણ કરવામાં આવશે. બીજા પ્રોજેકટમાં ઓસ્ટ્રેલિયાથી વીરેન સોજીત્રા દ્વારા ડોનેશન આવતા અનેક સંસ્થાના લોકોને અડદિયા વિતરણ કરેલ હતા .ત્રીજા પ્રોજેક્ટમાં મોરબી રેલવે સ્ટેશનના ગાર્ડનમાં સ્વ.ધવલભાઈ પટેલની સ્મૃતિમાં સિમેન્ટની બેસવાની 18 બેન્ચ નાખવાનું આયોજન કરેલ હતું. ચોથા પ્રોજેકટમાં એક પેરાલીસીસ પેસન્ટને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેકટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ લાયન કુતુબ ગોરીયા, સેક્રેટરી લાયન પ્રતિક કોટેચા અને ટ્રેઝરર લાયન કુશલ પટેલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.