ભારત : મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991-92 માં કરવામાં આવી હતી. જે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે આપવમાં આવે છે. આ એવોર્ડ રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે. જેમાં આ વર્ષે ચાર ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . જેમાં ગુકેશ ડી. (શતરંજ), મનુ ભાકર (શુટિંગ), હરમનપ્રીતસિંહ (હોકી) અને પ્રવીણ કુમાર (પેરા એથ્લેટીક્સ) આ ચાર ખેલાડીઓને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓમાં 18 વર્ષના ડી ગુકેશ સૌથી નાની ઉમરના વિશ્વ ચેસ ચેમ્પયન બન્યા હતા. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હરમનપ્રીતસિંહ ભારતીય હોકી ટીમમાં હતા અને જેઓએ ટોક્યો તેમજ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને પ્રવીણ કુમાર કે જેઓએ પેરિસ પેરા ઓલિમ્પિકમાં એશિયાઈ રેકોર્ડ તોડી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ આ દરેક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં ભારતનું ગૌરવ વધાર્યું હતું. આ સન્માનમાં તેમને સનમાનપત્ર, ચંદ્રક તેમજ 25,00,000 ધનરાશિ પુરસ્કાર રૂપે આપવમાં આવી છે. આ ઉપરાંત 32 ખેલાડીને આ સાથે જ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.