મોરબી : મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા ગામે જાહેર જુગાર રમતા પ્રવિણભાઈ વેરશીભાઈ સારલા, પીયુષભાઇ કેશુભાઇ ઝંજવાડીયા, અજયભાઈ કાનજીભાઈ વઢરૂકીયા અને પ્રફુલભાઈ પરશોતમભાઈ થોરીયાને રૂ.10,560ની રોકડ સાથે પકડી લઈ તેની સામે ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.