મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ચારને પાસા તળે ડીટેઈન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અનુસાર, પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિકારી મોરબી વિભાગ તથા એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને સુદ્રઢ બનાવવા અને ભૂતકાળમાં મારામારી તથા પ્રોહિબીશન સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ગુનેગાર સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તેને મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મોકલાતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ મારામારી તથા પ્રોહિબીશન સંબંધી ગુનામાં સંડોવાયેલા વધુ ચાર શખ્સોના પાસા વોરટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.આ શખ્સોની અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી ઈસ્યુ થયેલા પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નશીલ રહી સાજીદ અલ્લારખાભાઈ લંજા (ઉ.વ.34) રહે. રાજકોટ જંકશન પ્લોટ શેરી નં.01 જી. રાજકોટને પ્રોહિબીશન ગુના હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત, મોસીન રફીકભાઈ કડીયા (ઉ.વ. 31) રહે. મોરબી વાવડી રોડ શુભમશેરી તા.જી.મોરબીને પ્રોહિબીશન ગુનામાં મધ્યસ્થ જેલ વડોદરા, ભાવેશ હરીશભાઈ ઉર્ફે હરેશભાઈ ચાવડા (ઉ.વ.31) રહે. સાપકડા તા. હળવદ જી.મોરબીને શરીરસંબંધી ગુનામાં મધ્યસ્થ જેલ વડોદરા, મુસ્તાક જુસબભાઈ કટીયા (ઉ.વ.23)ને રહે. મોરબી મચ્છીપીઠ દરગાહ રોડ જી. મોરબી પ્રોહિબીશન ગુનામાં જીલ્લા જેલ જુનાગઢમાં આજે પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.