મોરબી અપડેટ (હળવદ) : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે જુગાર અંગે પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન રોકડ રકમ રૂ. 31,600 ના મુદ્દામાલ સાથે કુલ 4 આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુન્હો નોંધીને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓના નામ: ● મનસુખભાઇ માનસિંગભાઈ ખાંભડીયા (રહે. ગામ ટીકર, તા. હળવદ, જી. મોરબી)● મુન્નાભાઈ છેલાભાઈ ખોડા (રહે. ગામ મિયાણી, તા. હળવદ, જી. મોરબી)● વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા (રહે. ગામ રામદેવપુર, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)● મુળજીભાઇ ગુગાભાઈ ઝીંઝવાડિયા (રહે. ગામ ટીકર, તા. હળવદ, જી. મોરબી)#MorbiUpdate #MorbiNews #Halvad #HalvadPolice #CrimeNews #GujaratPolice #GamblingRaid #Tikar