મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 4 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 18એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 994 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 3 અને ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 2 અને ટંકારાના એક મળી કુલ 3 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 થઈ છે.