મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એક સપ્તાહમાં જાહેરમાં કચરો સળગાવતા ૩ આસામી અને જાહેરમાં થૂંકનાર ૪ આસામી પાસેથીને દંડ ફટકારવામાં આવ્યો છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૫ થી ૧૧/૦૫/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૭૧ આસામી પાસેથી રૂ. ૩૨૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે. ગંદકી કરતા ૨૬ આસામી પાસેથી રૂ. ૭૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૩ આસામી પાસેથી રૂ. ૧૬૦૦/-, જાહેરમાં થૂંકનાર ૪ આસામી પાસેથી રૂ. ૪૦૦/- તેમજ ખુલ્લામાં યુરીનેશન કરતાં ૧ આસામી પાસેથી રૂ. ૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.