મોરબી : રાજ્યમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા જોર-શોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરબી જિલ્લાના 4 કોંગ્રેસના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાતના અધ્યક્ષ અને મોરબીના કોંગ્રેસી નેતા કાંતિલાલ ડી. બાવરવા, ક્રિષ્નાબેન કે. બાવરવા, રમેશભાઈ રબારી અને ડો. કે.એમ. રાણાને પ્રભારી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે જવાબદારી અને ચૂંટણીલી કામગીરી સોંપવામાં આવે તે કામગીરી સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.