મોરબી : મોરબી પંથકમાં ગઈકાલે પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ ઈંગ્લિશ દારૂની રેડ કરીને કાર સહિતના વાહનોમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર ચાર શખ્સોને ઈંગ્લિશ દારૂની બોટલો સહિતના મુદાનલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડિવીજન પોલિસે ગઈકાલે બાતમીના આધારે મોરબી રવાપર ગામ રાજા મીનરલ્સ પાણીના કારખાના પાસે શનાળા નજીક ક્રૂઝ ગાડી નં જી જે ૦૩ ઇ.એલ ૧૫૩૭ માં ઈંગ્લિશ દારૂની બોટલો.લઈને નીકળેલા આરોપી જયભાઇ દેવાણંદભાઇ કુંભારવાડીયા (ઉ.વ.૨૧)ને ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.૩૪ કિ.રૂ.૧૦,૨૦૦ અને રૂ.૨,૦૦,૦૦૦ ગાડી સાથે ઝડપી લીધો હતો. તેમજ હાજર ન મળી આવેલા બે આરોપીઓ મયુરસિંહ ઉર્ફે મયલો ઝાલા, હીંદુભાઇ મોહનભાઇ બાંભવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં, મીલેનીયમ કારખાના પાસે જાહેરમાં એસેન્ટ કાર નં. GJ-03-AB-7040 માં વિદેશીદારૂની બોટલ નંગ-૦૭ કિ.રૂ.૨૬૨૫ લઈને નીકળેલા આરોપી બેચરભાઇ જગાભાઇ ચાંઉ (ઉ.વ.૬૧) ને કુલ મુદ્દામાલ રૂ.૧,૦૨,૬૨૫ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત, મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આરોપી પ્રવિણભાઇ આપાભાઇ પરમારને બોટલ નંગ-૦૧ કિ.રૂ.૩૭૫ સાથે ઝડપી લીધો હતો અને મોરબી સીટી એ ડિવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શનાળા રોડ સ્કાય મોલ પાસે આરોપી મોસીનભાઇ હાસમભાઇ સંઘવાણી (ઉ.વ.૨૭) ને વિદેશી દારૂની બીગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ MLની કંપની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી.લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.