કચ્છ તરફથી અમદાવાદ કતલખાને જતી બોલેરો પીકઅપ અણિયાળી ચોકડી નજીકથી ઝડપાઈ: 2 આરોપી સામે કાર્યવાહીમોરબી અપડેટ: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ મોરબી ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવી લેવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. તારીખ 13-08-2026 ના રોજ વહેલી સવારે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ ગાડીમાં પશુઓને ભરીને માળિયા થઈ અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.મળેલી વિગતો મુજબ મોરબી ગૌરક્ષા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના રાજકોટ, મોરબી ગૌરક્ષક ટીમ, હિન્દુ યુવા વાહિની તેમજ ચોટીલા અને લીમડી ગૌરક્ષકો દ્વારા માળિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 12 CT 8399 પસાર થતાં ગૌરક્ષકોએ તુરંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોના સંયુક્ત સહયોગથી અણિયાળી ચોકડી નજીક ગાડીને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી.ગાડીની તપાસ કરતા તેમાં કોઈ પણ જાતની પાસ-પરમિટ, ઘાસ કે પાણીની સુવિધા વગર ક્રૂરતાપૂર્વક હલનચલન ન થઈ શકે તે રીતે બાંધેલા 4 અબોલ જીવ (ભેંસ અને પાડા) મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે આ પશુઓને કચ્છ બાજુથી ભરીને અમદાવાદ કતલ કરવા માટે લઈ જવામાં આવતા હોવાની વિગતો આપી હતી. જેથી પોલીસે ગાડી કબ્જે કરી ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા અન્ય 1 શખ્સને મોરબી તાલુકા પોલીસ મથકે લઈ જઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર સેવાયજ્ઞ અને સફળ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના રાજકોટ, મોરબી ટીમ, હિન્દુ યુવા વાહિની, ચોટીલા, લીમડી અને રાજકોટ ગૌરક્ષક ટીમ તેમજ મોરબી તાલુકા પોલીસનો મહત્વનો સહયોગ રહ્યો હતો.#Morbi #MorbiUpdate #AnimalRescue #Gaurakshak #MorbiTalukaPolice #AniyaliChowkdi #CattleProtection #MorbiNews #GujaratNews