મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ગામ પાસેથી જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડ્યા છે. તેઓની પાસેથી પોલીસે રૂ. 19 હજારની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ગામ પાસે બજરંગ સોસાયટીમાં રોડ પર રમાતા જુગાર ઉપર દરોડો પાડી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી ઉ.વ 51, માત્રાભાઈ ચોથાભાઈ બતાળા ઉ.વ. 49, કલ્પેશભાઈ ગોવિંદભાઇ ભારવણીયા ઉ.વ. 30 અને ચેતનભાઈ ખોડજીભાઈ પડસુબિયા ઉ.વ. 35ને પકડી પાડી રૂ. 19,060ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.