અન્ય જિલ્લામાંથી 3 નાયબ મામલતદાર અને એક ક્લાર્કને મોરબી જિલ્લામાં મુકાયામોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર અને ક્લાર્કની અન્ય જિલ્લામાં બદલીનો મોટો ઘાણવો ઉતાર્યો છે. જેમાં મોરબી જિલ્લાના 4 નાયબ મામલતદાર અને 4 ક્લાર્કની અન્ય જિલ્લામાં બદલી કરાઈ છે. જ્યારે અન્ય જિલ્લામાંથી 3 નાયબ મામલતદાર અને એક ક્લાર્કને મોરબી જિલ્લામાં મુકાયા છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જગદીશ મેણીયાની બોટાદ,એમ.બી.કણઝારીયાની સુરેન્દ્રનગર, એ.બી.રાઠોડની સુરેન્દ્રનગર અને સી.આર.પરમાર વડોદરા બદલી કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સંજયકુમાર ફેફર અને હિતેશ ગઢવી તેમજ બોટાદથી બી.ડી.ચાવડાને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લાના ક્લાર્ક અજય કાડ, સોહિલ પાયક, ઉપેન્દ્ર શાંકરિયા અને કિરણ પીપરિયાને સુરેન્દ્રનગર જિલ્લામાં મુકવામાં આવ્યા છે. જ્યારે જામનગર જિલ્લાના ક્લાર્ક રવી માંધને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.