મોરબી : મોરબીની પારેખ શેરીમાં ચાલતા જુગાર ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 4 શખ્સોને રૂ. 4390ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસે પારેખ શેરીમાં રુગનાથજી મંદિરની બાજુમાં રોડ ઉપર જુગાર રમતા નાસીરભાઈ હાલીમભાઈ મંડલ ઉ.વ. 30, પારભેજ ફૌજરહમાન શેખ ઉ.વ.33, સતિષભાઈ ચંદ્રકાંતભાઈ જોશી ઉ.વ. 38 અને સંદીપસિંગ ભાનુસિંગ ઉ.વ. 34 વાળાને રૂ. 4390ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.