હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦/- સાથે પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ચરાડવા ગામે તળાવની પાળ પાસે બાવળ નીચે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હરીભાઈ જીવાભાઈ સોલંકી, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા, જીવાભાઈ જગાભાઈ મકવાણા, વશરામભાઈ લાલજીભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦/- સાથે પકડી પાડ્યા છે.આ કામગીરીમાં આર.ટી.વ્યાસ -પોલીસ ઇન્સપેકટર, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, આર્મ પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ નાયક, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા, કમલેશભાઈ રાજુભાઈ પરમાર રોકાયેલ હતા.