84 હજાર કરદાતામાંથી 12860 કરદાતાઓએ કરવેરા ભર્યા : વેરા વસુલાતમાં રીબેટ યોજના માટે છેલ્લું એક સપ્તાહ બાકી મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષે વેરાની જંગી વસુલાત બાદ નગરપાલિકાએ શરુઆતથી જ કરવેરાની વસલાત માટે કમર કસી છે. જેથી મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા છ મહિનામાં 4.75 કરોડના કરવેરાની વસુલાત કરવામાં આવી છે અને 84 હજાર કરદાતામાંથી 12860 કરદાતાઓએ કરવેરા ભર્યા છે.મોરબી નગરપાલિકાએ છેલ્લી ઘડીએ કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મથામણ કરવાને બદલે અત્યારથી જ વેરા વસુલાતની કામગીરી ઝડપભેર હાથ ધરી છે. જેથી છેલ્લી ઘડીએ ઊંધા માથે મથવું ન પડે. આથી નગરપાલિકાએ શરૂઆતથી જ વેરા વસુલાત માટે કમર કસીને બકીદારો નોટિસ ફટકારી હતી. જેમાં અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા કરવેરાના 50 હજાર બિલો લોકોને પહોંચાડી દેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા છ મહિનામાં રૂ.4.95 કરોડના કરવેરાની આકરાણી કરવામાં આવી છે. આ રૂ.4.95 કરોડના કરવેરામાં પાછલા બાકી કરવેરામાં રૂ.2.27 કરોડ અને ચાલુ બાકી કરવેરામાં રૂ. 2.68 કરોડના કરવેરાની વસુલાત કરવામાં આવી છે. કુલ રૂ.31.17 કરોડના કરવેરા બાકી છે. એટલે હજુ ઓછી વસુલાત થઈ શકી છે.84 હજાર કરદાતામાંથી 12860 કરદાતાઓએ કરવેરા ભર્યા છે. 10 ટકા રિબેટ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ.16 લાખનો રિબેટનો લાભ લોકોને આપવામાં આવ્યો છે. આ 10 ટકા રિબેટ યોજનાનો લાભ લેવાનો બાકી હોય એ કરદાતા નો લાભ લેવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાના કરવેરા ભરી શકે શકે છે