કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ દિશામાં નોંધાયું મોરબી : આજે મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં સાંજે ધરતીકંપના આચકા અનુભવાયા છે. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ દિશામાં નોંધાયું છે અને તેની તીવ્રતા 4.3ની નોંધાઇ છે. અગાઉ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરતીકંપનો સિલસિલો યથાવત રહ્યા બાદ હમણાં થોડા સમયથી જ બ્રેક લાગી હતી. પણ હવે ફરી ધરતીકંપ શરૂ થઈ ગયા છે. આજે સાંજના 7:13 કલાકે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. ઘણા વિસ્તારોમાં તો રીતસરની ધણધણાટી ઉપડી ગઈ હતી. મોરબીમાં પણ હળવો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું જામનગરથી 14 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ દિશામાં નોંધાયું છે. જેની તીવ્રતા 4.3 નોંધાઇ હોવાનું જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે આ કેન્દ્રબિંદુ જામનગર શહેરથી નજીક હોય ત્યાં અસર વધુ દેખાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..