અત્યાર સુધીના ૨૦ કેમ્પમાં કુલ ૬૫૧૧ લોકોનું વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ પ્રાર્થના મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવારના સહયોગથી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્રારા વિનામુલ્યે સર્વજ્ઞાતિય નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પનો ૩૯૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ ૧૬૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. નેત્રયજ્ઞમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૯ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૬૧૨૧ લોકોએ લાભ લીધો છે તેમજ કુલ ૨૭૮૮ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬,હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળ, મંત્રી - આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું છે.