7 વર્ષની બાળકીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ : કુલ બે રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબીના સામાંકાંઠે રહેતા 39 વર્ષીય યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેઓના સેમ્પલ લઈને આવતીકાલે રિપોર્ટ અર્થે મોકવામાં આવશે. જેથી હવે આરોગ્ય તંત્ર દ્વારા કુલ બે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મોરબીમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જો કે ત્યારબાદ પણ બધા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. ગઈકાલે પણ ત્રણ લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેઓના સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 7 વર્ષની એક બાળકીના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આ દરમીયાન આજે સામાકઠે રહેતા એક 39 વર્ષના યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેથી તેને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તેમના સેમ્પલ લઈને આવતીકાલે જામનગર ખાતેની લેબમાં મોકલવામાં આવનાર છે. આમ હવે આરોગ્ય તંત્ર દ્વારા 7 વર્ષની બાળકી અને 39 વર્ષના યુવકના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.