મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ 6 માર્ચના રોજ યોજાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ગુજરાતી (SL-8), અંગ્રેજી (LL-704) અને અંગ્રેજી (SL-13)નું પેપર લેવાયું હતું. જેમાં ગુજરાતી (SL-8)ના પેપરમાં તમામ 170 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી (LL-704)ના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માદ્યમમાં લેવાયેલા અંગ્રેજી (SL-13)ના પેપરમાં 6928માંથી 6889 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 39 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા.