લીંબુના ભાવ સાવ તળિયે પહોંચ્યા મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 19 જુલાઈ ને શનિવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, મગ, ચણા, એરંડા, કાળા તલ અને સીંગદાણા તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 384 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 546 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 175 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1890 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1037, જીરુંના 3860, બાજરાના 565, મગના 1392, ચણાના 1185, એરંડાના 1300, કાળા તલના 3701 અને સીંગદાણાના 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 450 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.