ઓનલાઇન છેતરપિંડીના સૌથી વધુ અમદાવાદ, સુરત અને વડોદરામાં ગુનાઓ નોધાયા મોરબી : ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડી અને ઠગાઇના ગુનાઓ વધી રહ્યા છે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની ઠગાઇની ફરિયાદો નોંધાઈ છે, 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઇ અને છેતરપીડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી જેમાં ત્રણ વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ 26 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.સરકારના આંકડા મુજબ વર્ષ 2021માં ગુજરાતી સાથે 8, 84, 36, 79, 033 રકમની છેતરપિંડી થઇ હતી. વર્ષ 2022માં 15, 83, 64, 58, 695 અને 2023માં 15, 71, 86, 85, 601 રકમની છેતરપીડી અને ઠગાઇના બનાવ સામે આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઇ અને છેતરપિંડી થઇ છે.ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે 40 શહેરમાં ઠગાઇની ફરીયાદોની માહિતી જાહેર કરી છે. જેમાં વર્ષ 2021માં 1832 વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુનાઓ નોધાયા હતા. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં 1559 ગુના, સુરત શહેરમાં 1223 ગુના, વડોદરા શહેરમાં 326 ગુનાઓ, રાજકોટ શહેરમાં 204 ગુનાઓ અને મોરબીમાં કુલ 26 ગુન્હા નોધાયા હતા. લોકો સાથે નાણાંકીય ઠગાઇના ગુનાઓ આધારે પોલીસ દ્વારા 9845 આરોપીઓની પકડવામાં આવ્યા હતા. જ્યારે ઠગાઇ કરીને 2322 આરોપીઓને પોલીસ હજી પકડી શકી નથી.રાજ્યમાં 3 વર્ષમાં નાણાંકીય છેતરપીડી અને ઠગાઇની ફરીયાદોજિલ્લો 2021 2022 2023અમદાવાદ શહેર 435 587 537રાજકોટ શહેર 35 43 126સુરત શહેર 372 390 126વડોદરા શહેર 107 79 140અમદાવાદ ગ્રામ્ય 15 34 140ખેડા 32 42 83આણંદ 49 57 45ગાંધીનગર 61 76 67સાબરકાંઠા 40 67 33અરવલ્લી 20 29 31મહેસાણા 41 64 54જામનગર 15 24 45દ્વારકા 5 3 6રાજકોટ 15 37 22મોરબી 9 9 8સુરેન્દ્રનગર 18 25 13બનાસકાંઠા 46 42 51કચ્છ પૂર્વ 41 83 38કચ્છ પશ્ચિમ 65 104 86પાટણ 15 23 18અમરેલી 15 18 29ભાવનગર 42 40 17બોટાદ 3 15 12જૂનાગઢ 58 47 51ગીર સોમનાથ 18 12 12પોરબંદર 4 5 11વડોદરા ગ્રામ્ય 37 36 29છોટા ઉદેપુર 17 16 9ભરુચ 63 77 62નર્મદા 17 15 12ગોધરા 23 35 18મહીસાગર 18 14 10દાહોદ 20 29 14સુરત ગ્રામ્ય 11 8 16તાપી 8 7 6વલસાડ 19 19 23નવસારી 14 24 16ડાંગ 4 3 3પશ્ચિમ રેલવે વડોદરા 1 0 0પશ્ચિમ રેલવે અમદાવાદ 4 6 3