લાતીપ્લોટમાં બાઈક ઉપર દારૂની ખેપ મારતા એક પકડાયો, એક ભાગ્યોમોરબી : તહેવારોની મોસમ આવતા જ મોરબીમાં બુટલેગરો પ્યાસીઓ માટે મોંઘીદાટ વિદેશી સ્કોચનો જથ્થો ઉતારી વેચાણ કરી રહ્યા હોવાની બાતમીને આધારે સીટી એ ડીવીઝન પોલીસે બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સને હન્ડ્રેડ પાઇપર અને જેમ્સ આઈરીશ જેવી મોંઘી દારૂની 38 બાટલીઓ સાથે પકડી પાડ્યા હતા. જો કે,લાતીપ્લોટમાં બાઈક ઉપર દારૂની હેરફેર કરી રહેલ એક શખ્સ નાસી ગયો હતો.મોરબી શહેરમાં દારૂની રેલમછેલ રોકવા સીટી એ ડિવિઝન પોલીસે હાથ ધરેલી કાર્યવાહી અન્વયે લાતીપ્લોટ શેરી નંબર 5 અને 6 વચ્ચે દરોડો પાડતા બાઈક ઉપર દારૂની હેરફેર કરતા આરોપી અબ્દુલભાઇ હાજીભાઇ શાહમદાર, રહે.મોરબી જુનાબસ સ્ટેન્ડ પાછળ ઇદ મસ્જીદ વાળો હન્ડ્રેડ પેપર દારૂની 24 અને વેંટ 69 બ્રાન્ડ દારૂની 12 મળી કુલ 36 બોટલ કિંમત રૂપિયા 44,700 તેમજ 50 હજારનું બાઈક મળી કુલ મુદામાલ રૂ.94,700ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન શાહરૂખ રહે.મોરબી નામનો શખ્સ નાસી જતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે આરોપી દિવ્યેશભાઇ પ્રાગજીભાઇ બાથાણી, રહે. મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલવાળી શેરી મારૂતી એપાર્ટમેન્ટ મોરબી વાળાને એસ.પી.રોડ લેવલઅપ ગેમ્સ ઝોનની બાજુમાથી પેન્ટના નેફામા છુપાવેલી જેમ્સન આઈરીશ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.