હજુ પણ ડોઝ ઓછા હોવાના કારણે વેકસીનનેશન માટે અનેકને ધરમધક્કા યથાવત મોરબી : મોરબી જિલ્લામાં હજુ પણ વેકસીનેશનની સ્થિતિ સામાન્ય બની નથી. ઘણા સ્થળો ઉપર હજુ પણ ઓછા ડોઝ અને ભીડ વધુની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંય ઘણા ગ્રામ્ય વિસ્તારના સબ સેન્ટરમાં જ વેકસીનેશનની કામગીરી થતી હોવાની બુમરાણ વચ્ચે આજે આરોગ્ય તંત્ર દ્વારા 3796 લોકોનું વેકસીનેશન કરાયાની જાહેરાત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા આરોગ્ય તંત્રની સતાવાર યાદી મુજબ આજે પણ મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1437 અને 18 પલ્સમાં 2342 તેમજ ખાનગીમાં 17 મળીને કુલ 3796 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે, આજે પણ ડોઝ ઓછા હોવાને કારણે અનેક વેકસીનેશનથી વંચિત રહી ગયાની ફરિયાદ ઉઠી હતી. ડોઝ ઓછા હોવાને કારણે વેકસીનેશન માટે છેલ્લા કેટલાક દિવસથી 35 સ્થળો યથાવત રાખવામાં આવે છે. જેમાં સૌથી વધુ મોરબી 13 સિવાય અન્ય તાલુકામાં ઓછા સ્થળો હોવાથી વેકસીનેશનની કામગીરી અસરકારક થતી નથી. સરકાર વધુ ડોઝ ફાળવે તો જિલ્લામાં 100 ટકા રસીકરણની કામગીરી અસરકારક થઈ શકે એમ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..