સવાસો વર્ષથી વધુ ઉંમરના મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરી બાપુના મુખ્યમંત્રી રૂપાણીએ આશીર્વાદ મેળવ્યા મોરબી : આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, આજે તેઓ હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે યોજાયેલ દેવી ભાગવત કથામાં મહેમાન બન્યા હતા. સીએમએ મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને કથામાં બાપુનું મુખ્યમંત્રીએ વિશેષ સન્માન કર્યું હતું. હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમ ખાતે યોજાયેલ દેવી ભાગવત સપ્તાહ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. અને આશ્રમના 125 વર્ષથી મોટી ઉંમરના મહંત દયાનંદગિરી બાપુના આશીર્વાદ મેળવી સમગ્ર આશ્રમની અને ધાર્મિક પ્રદશનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી રૂપાણીનું સ્વાગત મહાકાળી આશ્રમના લઘુ મહંત અમરગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. કથા શ્રવણ બાદ મુખ્યમંત્રીએ મહાકાળી આશ્રમનું મુલાકાતથી દિવ્યતા અનુભવી હોવાનું જણાવી આ ક્થામાં હાજર રહેવા માટે નિમિત્ત બનેલા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સતા ભોગવવા માટે નથી હોતી લોકોના કામ કરવા માટે હોય છે, ગુજરાત સરકાર સતા સ્થાને બેસી સદાય લોકોના હિતમાં કામ કરી રહી છે. વધુમાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની દિશામાં આગળ ધપી રહેલ ગુજરાત સરકારે પેટ્રોલપમ્પ, હોટલ વગેરેમાં લાયસન્સ પ્રથા રદ કરી લોકો ઈમાનદારીથી પોતાના વ્યવસાય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ છે પછી ખેડૂતનો પ્રશ્ન હોય કે સામાન્ય માણસનો પ્રશ્ન હોય સંવેદનશીલ સરકાર સંવેદના બતાવી રહી છે તેમ જણાવી ભાવનગરના રંધોળા નજીક જાનના ટ્રકને નડેલા અકસ્માતનો ઘટનાક્રમ યાદ કરાવી એસટી વિભાગની માંગો ત્યારે બસ સુવિધા યોજના શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે પત્રકારોએ મોરબી અને ટંકારાને કેમ અસરગ્રસ્ત જાહેર ના કરાયા તેના સવાલના જવાબમાં તંત્રએ અછતગ્રસ્તના નિયમો મુજબ આ કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચરડવામાં આરોગ્યકેન્દ્ર શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ જાહેર કર્યું હતું, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ૨૦ મુદા અમલીકરણ સમિતિના આઈ.કે.જાડેજા, પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ કવાડિયા, કાંતિભાઈ અમૃતિયા, રાજુભાઈ ધ્રુવ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='37477,37478,37479,37480,37481']