મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 22 જાન્યુઆરી ને ગુરુવારના રોજ 740 ક્વિન્ટલ એટલે કે 3700 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1652 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 250 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જેના સૌથી ઉંચા ભાવ 1340 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 557, તલના 1940, અજમાના 1851, જીરુંના 4540, બાજરાના 500, તુવેરના 1315, રાયના 1285, અડદના 1357, ચણાના 1050, સીંગદાણાના 1600 અને સોયાબીનના 1003 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 800, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 340, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.