અત્યાર સુધીના ૨૪ કેમ્પમાં કુલ ૭૭૭૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો. આમ અત્યાર સુધીના ૨૪ કેમ્પમાં કુલ ૭૭૭૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૩ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૫૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૧૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૩ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૭૪૨૫ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૨૭૧ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૩૫૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૧૫ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, રમણીકલાલ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા નિર્મિત કક્કડ - પ્રમુખ-જલારામ સેવા મંડળ, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યાદીમાં જણાવાયુ છે.