મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં પોલીસ દ્વારા સિરામિક ફેક્ટરીની બાજુમાં બાવળની કાંટમાં 350 લીટર કેફી પ્રવાહી ઝડપી પાડવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 5 ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામમાં સીયારામ સિરામીક બાજુમાં બાવળની કાંટ પાસે દેશીદારૂ ભરેલ પ્લાસ્ટિકના કુલ 10 બાચકામાં 5 લીટરની 70 કોથળીઓમા કુલ કેફી પ્રવાહી આશરે 350 લીટર (કિ.રૂ. 7000) નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો. પોલીસે કેફી પ્રવાહી જપ્ત કર્યું છે. તેમજ આરોપીઓ સિકંદરભાઇ અબ્દુલભાઇ મંડલી, રણજીતસિંહ જીલુભા હાડા અને મહમદઅશરફ યુનુશભાઇ કોલ્હાપુરી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.