સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ઓફિસમાં દરોડો પાડી વિદેશી દારૂની 35 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પો.કોન્સ. ચકુભાઇ કરોતરાને બાતમી મળી હતી કે, પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા (રહે.મોરબી, વાવડી રોડ, સોમૈયા સોસાયટી) પોતાની વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે હકીકતને પગલે પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલાની ઓફિસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોરસેલ ઇન હરીયાણા ઓન્લી લખેલી કાચની ૭૫૦ એમ.એલ. સીલબંધ બોટલો નંગ. ૩૫, કિ.રૂ. ૧૦,૫૦૦નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. દરોડાની સફળ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા, પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. મહાવીરસીંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, પો.કોન્સ. ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વગેરેએ કરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..