મોરબી : મોરબીના પ્રૌઢને ભાવનગર નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા મૃત્યુ નિપજતા તેમની પુત્રીએ પિતાને કાંધ આપી અંતીમ સંસ્કાર કરાવ્યા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલા અંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઇ ઇસુભાઈ આચાર્ય (ઉ.વ.૫૧) ગઈકાલે ભાવનગર રોડ પર ઢસા ગામ નજીક ચાલીને જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજતા તેમની પુત્રી ફેનીએ અંતિમ વિદાય આપી હતી.