મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 ઓક્ટોબર ને શનિવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 342 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1551 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 553 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 24 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1816 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3440, બાજરાના 502, ચણાના 1025 અને કાળા તલના 3575 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 560 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.