૧૦૦ મિટર દૂર દેખાઈ નહિ તેવું ગાઢ ધૂમમ્સ છવાયું હતું મોરબી : મોરબીમા શિયાળાના આગમનની છડી પોકારતી ગાઢ ધૂમમ્સ છવાઈ જતા ૧૦૦ મીટર દૂર જોઈ શકાય નહીં તેવું વાતાવરણ સર્જાયું હતું પરિણામે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. ચાલુ વર્ષે મેઘરાજા માનમૂકીને વરસ્યા નથી ત્યારે છેલ્લા હાથિયા સહિતના નક્ષત્રોમાં ખેડૂતો એકાદ વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે પરંતુ કુદરતે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની છડી પોકારી દેતા આજે મોરબીમાં ગાઢ ધૂમમ્સ છવાઈ જતા હબી વરસાદની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે, અનુભવી બુજુર્ગો ના મતે આ ધૂમમ્સ નહિ પણ મેઘરવો કહેવાય અને હજુ પણ વરસાદની આશા જીવંત હોવાનું જણાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33127,33128,33129,33130']