પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી ઊંચું 96.76 ટકા જ્યારે ચરાડવા કેન્દ્રનું સૌથી નીચું 81.84 ટકા પરિણામ મોરબી : આજે ધો.10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. રાજ્યનું પરિણામ 83.08 ટકા આવ્યું છે. જયારે મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાની 33 શાળાઓનું ધો.10માં 100 ટકા પરિણામ આવ્યું છે. બે શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. વધુમાં મોરબી જિલ્લાના 816 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. મોરબી જિલ્લામાં ધો.10ની પરીક્ષા માટે કુલ 12406 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 12225 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના 10842 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. કેન્દ્રવાઈઝ પરિણામ જોઈએ તો મોરબીનું 87.40 ટકા, વાંકાનેરનું 88.61 ટકા, ટંકારાનું 93. 94 ટકા, જેતપરનું 85.67 ટકા, સિંધાવદરનું 94.04 ટકા, હળવદનું 90.05 ટકા, ચંદ્રપુરનું 88.61 ટકા, ચરાડવાનું 81.84 ટકા, પીપળીયાનું 82.29 ટકા, પીપળીયા રાજનું 96.76 ટકા પરિણામ આવ્યું છે. આમ પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી ઊંચું અને ચરાડવાનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાનું છેલ્લા 8 વર્ષનું પરિણામ વર્ષ 2018 : 73.59 ટકાવર્ષ 2019 : 74.09 ટકાવર્ષ 2020 : 64.62 ટકાવર્ષ 2021 : 100 ટકા (માસ પ્રમોશન)વર્ષ 2022 : 73.79 ટકા વર્ષ 2023 : 75.43 ટકાવર્ષ 2024 : 85.40 ટકાવર્ષ 2025 : 88.78 ટકા