સીટી એ અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં દેશી - વિદેશી દારૂના દુષણ સામે પોલીસ આક્રમક બની કાર્યવાહી કરી રહી છે જેમાં ગઈકાલે સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી વિદેશી દારૂની નાની મોટી 33 બોટલ સાથે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે જી.કે.હોટલ પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દરોડો પાડી આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠ્ઠર રહે.રામકૃષ્ણનગર, મોરબી વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂ.21,600 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપી ધવલ બકુલભાઈ નિમાવત રહે.શિવમ પાર્ક, ગોપાલ સોસાયટી પાસે મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 3090 સાથે ઝડપી લીધો હતો.ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ નજીકથી આરોપી રજનીકાંત પ્રવીણભાઈ સાણજા રહે.પંચાસર રોડ વાળાને જીજે - 36 - કે - 2032 નંબરના મોટર સાયકલ પર વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 240 તેમજ 25 હજારના બાઈક સાથે ઝડપી લીધો હતો.આરોપીએ દારૂના ચપલા પિયુષ નવઘણભાઈ ખીટ પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે ચોથા દરોડામાં પોલીસે પંચાસર રોડના ખૂણેથી આરોપી પિયુષ નવઘણભાઈ ખીંટ રહે.ભગવતીપરા વાળાને વિદેશી દારૂના 18 ચપલા કિંમત રૂપિયા 2160 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂનો જથ્થો આરોપી અફઝલ અજિતભાઈ ચૌહાણ રહે.લાતીપ્લોટ મોરબી અને આરોપી ઝુંબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ પાયક રહે.પંચાસર રોડ વાળા પાસેથી લીધેલ હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.