ડીગ્રી વગર દવાખાનું ઉભું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સ સામે એસઓજીની કાર્યવાહી મોરબી : મોરબીના બેલા ગામે ડીગ્રી વગર હોસ્પિટલ ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીની ટીમે બેલા ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપ સામે કામધેનુ ચેમ્બર્સની દુકાન નં.૬માં ઓમ હોસ્પિટલ ચલાવતા ડીગ્રી વગરના બોગસ ડોકટર કેશવભાઈ રામભાઈ મેર ઉ.વ.૩૧ રહે.મૂળ નવા વાઘણીયા તા.ભેંસાણ, હાલ સતનામ એપાર્ટમેન્ટ, મોરબી વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.