મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એન્ટિક સિરામિક ફેકટરીમાં રહી મજૂરીકામ કરતા હુકમસિંગ પ્રભુલાલ બલાઈ ઉ.૨૭ નામના શ્રમિક યુવાને પોતાની ઓરડીમાં કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.