ખાણ ખનીજ વિભાગે એક મહિનામાં રૂપિયા 5 કરોડના 17 વાહનો જપ્ત કર્યા મોરબી : મોરબી જિલ્લામાં ખનીજચોરી ડામવા ખાણ ખનીજ દ્વારા સતત દરોડા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં હમ નહીં સુધરેંગે જેવા ઘાટ વચ્ચે છેલ્લા એક જ મહિનામાં તંત્રે રૂપિયા 5 કરોડના 17 વાહનો જપ્ત કરી ખનીજ ચોરી કરતા અલગ - અલગ 16 વાહનોને 32.62 લાખનો દંડ ફટકારી વસુલાત કરી હોવાના સત્તાવાર આંકડા બહાર આવ્યા છે.મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર અને તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઈ કણસાગરા, રાહુલભાઈ મહેશ્વરી,મિતેશભાઈ ગોજીયા, સર્વેયર ગોપાલભાઈ સુવા અને ઉમરાણીયાભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકીંગ દરમિયાન એક મહિના જેટલા સમયગાળામાં રૂપિયા 5 કરોડના 17 વાહનો જપ્ત કરી ખનીજ ચોરી કરતા અલગ - અલગ 16 વાહનોને 32.62 લાખનો દંડ ફટકારી દંડની વસુલાત કરી હોવાનું તેમજ એક કિસ્સામાં નોટિસ ફટકારી વસુલાતની કામગીરી ચાલુ હોવાનું જાહેર કરાયું છે.