મોરબી : મોરબી જીલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 31 ડીસેમ્બરના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં આજીવન સભાસદોનાં 70 વર્ષ પૂરાં કર્યા હોય અને અગાઉ જેમનું સન્માન કરવામાં ન થયું હોય તેમનું સન્માન કરવામાં આવશે. જે અંગે તા.15 નવેમ્બરથી તા.15 ડિસેમ્બર સુધી તાલુકા સેવા સદન ખાતે આવેલી કચેરી ખાતે સવારે 10 થી 11 કલાકે ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. આ ફોર્મની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, પેન્શન બુક (પી.પી.ઓ.)ની નકલ સાથે લઈ આવવાની રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.15 ડિસેમ્બર છે. ત્યારપછી ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. તેમજ સામાન્ય સભાની રજીસ્ટ્રેશન ફી નિયમ મુજબ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે. તેમ મોરબી જીલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે. એસ. ડાંગરે જણાવ્યું છે.