મોરબી : મોરબીની રોટરી કલબ દ્વારા રવિવારે કિડઝ કેમ્પમાં મિટ્ટી કી ખુશ્બૂ પ્રોજેકટ હેઠળ બાળકોને ગણેશ ચતુર્થીના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવતા શીખવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોરબીની નિટ સ્કૂલ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોનો માટીના તેમજ અન્ય ઇકો ફ્રેન્ડલી મટીરયલમાંથી ગણપતિ બનાવવાનું પ્રેક્ટિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહભેર માટી સહિતની વસ્તુમાંથી સુંદર ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રશેષ મહેતાએ આ ટકે જણાવ્યું હતું બાળકોમાં ઇકોફ્રેન્ડલી ગણપતિ અંગે અવનેશ આવે તેમજ તેમના કૌશલ્યમાં વધારો થાય તેવા હેતુ સાથે આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='31410,31411,31412,31413']