મોરબી : મોરબીની શિવમ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી કારમાંથી લેપટોપ સહિતની રૂ. ૯૩ હજારની માલમતા ચોરાઇ ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ પાસે આવેલ શિવમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંગ અવતારસિંગ ભીલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ પોતાની સ્વીફ્ટ કાર ઘર પાસે પાર્ક કરી હતી. કારની અંદર થેલીમાં લેપટોપ અને બ્લુટુથ સ્પીકર સહિતની વસ્તુઓ પડી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમની કારને નિશાન બનાવીને દરવાજો ખોલી તેમાંથી લેપટોપ ,સ્પીકર સહિત રૂ. ૯૩ હજારની મતાની ચોરી કરી છે. એ ડિવિઝને આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.