મોરબી : મોરબીના શકત શનાળા ગામના યુવકને વીજ શોક લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શકત શનાળા ગામમાં રહેતા કિશનભાઈ ભીમસિંગ કટારા ઉ.વ. ૩૫ને ગત તા. ૧ના રોજ વીજ શોક લાગ્યો હતો. વીજ શોકમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આ યુવકને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર કારગત ન નવડતા યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.