એલસીબી કાર્યવાહી : રૂ. 31 હજારનો બિયરનો જથ્થો કબ્જે મોરબી : મોરબી એલસીબીએ ઉમિયા માર્કેટમાં આવેલ દુકાનમાંથી 312 બીયર ટીનના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં પંચાસર રોડ ઉપર ઉમિયા માર્કેટમાં આવેલ દુકાનમાંથી ભાર્ગવ સુધીરભાઇ ઉર્ફે સુખાભાઇ વીઠલાપરા ઉ.વ.28 રહે.મોરબી વાવડીરોડ કબીરધામ પાસે ભકિતનગર-2 સોસાયટીવાળાને ટુબર્ગ પ્રીમીયમ બીયર 500 એમ.એલ. ટીન નંગ-312 કી.રૂ. 31,200 સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા રોકાયેલ હતા.