રાતીદેવડી નજીક જડેશ્વર રોડ ઉપર રેસ લગાવતા બે છકડો રીક્ષા વચ્ચે ગાય ઝપટમાં આવી ગઈ : છકડો ચાલકને પણ ગંભીર ઇજા વાંકાનેર : વાંકાનેરના રાતેદેવડી ગામ નજીક જડેશ્વર રોડ પર આવેલ બેલી સિરેમિક્સની બાજુમાં રેસ લગાવતા બે છકડો રીક્ષાઓએ એક ગાયનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક છકડો રોડની નીચે ઉતરી ગયો હતો જ્યારે બીજો પલટી મારી ગયો હતો. બનાવમાં એક રિક્ષાચાલક પણ ગંભીર રીતે ઘવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની સંપૂર્ણ હકીકત એવી છે કે રાતેદેવડી ગામ ના બે દેવીપુજક યુવકો રાતીદેવરી થી વાંકાનેર છકડો રીક્ષા લઈને જઈ રહ્યા હતા તેઓ રાતેદેવડી ગામ બાદ બંને યુવાનો છકડો રીક્ષાની રેસ ઉપર ઉતરી આવ્યા હતા તેવામાં જ બેલી સીરેમિકસ પાસે અચાનક એક નાની ગાય રસ્તામાં આડી પડતા તેમની સાથે બંને છકડો અથડાય ગયા હતા, ગાયનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ગાયના પેટમાંથી હોજરી અને આંતરડા બહાર નીકળી ગયા હતા. જ્યારે એક રીક્ષા પલટી મારી ગઇ હતી અને એક રિક્ષા સામેની સાઈડમાં રોડ થી નીચે ઉતરી ગઇ હતી. મળેલ માહિતી મુજબ એક રીક્ષા ચાલક ગંભીર રીતે ઘવાયો છે તેમને ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.