૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૬,૮૬૬ કિસ્સામાં સ્થળ પર જઈ રેસ્ક્યૂ કરાયું, ૨૦૨૫ના વર્ષમાં ૭૦૮ કિસ્સામાં તાત્કાલિક મદદ પહોંચાડીમોરબી : શનિવાર વિશ્વ મહિલા દિવસના અવસરે ૮ માર્ચ ૨૦૧૫ના રોજ શરૂ થયેલી ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇન આજે સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષાની કરોડરજ્જુ સમાન બનેલી આ સેવાનો મોરબી જિલ્લાની હજારો મહિલાઓએ લાભ લીધો છે અને અનેક પરિવારોમાં સુખદ સમાધાન પણ કરાવ્યા છે.મોરબી જિલ્લામાં ૧૨ વર્ષનું સરવૈયુંમોરબી જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષની કામગીરી પર નજર કરીએ તો, કુલ ૩૧,૨૪૫ મહિલાઓએ આ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન અને મદદ મેળવી છે. જેમાંથી ૬,૮૬૬ જેટલા ગંભીર કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન કાઉન્સિલર અને ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત મહિલાઓને તાત્કાલિક બચાવ તેમજ આશ્રય પૂરો પાડ્યો હતો.સમગ્ર રાજ્યમાં સરાહનીય કામગીરીછેલ્લા ૧૨ વર્ષમાં રાજ્યમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી હતી. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે. આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.વર્ષ ૨૦૨૫ની કામગીરીજાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન મોરબી જિલ્લામાં કુલ ૭૦૮ કિસ્સાઓમાં અભયમ ટીમે સ્થળ પર જઈ મદદ કરી હતી. જેમાં: • ૩૯૬ કિસ્સા: કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું. • ૩૦૦ કિસ્સા: ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુધી લઈ જઈ ન્યાય અપાવવા પ્રયાસ કરાયા.ટેકનોલોજીથી સજ્જ સુરક્ષાડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષા વધુ સ્માર્ટ બની છે. ૧૮૧ મોબાઈલ એપમાં 'પેનિક બટન' અને 'ફોન શેકિંગ' જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેના કારણે મહિલા મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું લોકેશન હેલ્પલાઇન સેન્ટર સુધી પહોંચાડી શકે છે. જીપીએસ ટ્રેકિંગથી સજ્જ ૫૯ જેટલી અભયમ રેસ્ક્યુ વાન રાજ્યભરમાં ૨૪x૭ કાર્યરત છે.#MorbiUpdate #MorbiNews #181Abhayam #WomenSafety #InternationalWomensDay #GujaratGovernment #WomenEmpowerment #KhelMahakumbh #MorbiSports