મોરબી : મોરબીમાં રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.30 જુલાઈને રવિવારના રોજ રામાનંદ ભવન, રામઘાટ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં ડીડીઓ ડી.ડી.જાડેજા, રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી દેવી, નિવૃત ટીડીઓ અનિરુદ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ મહેન્દ્રસિંહ ડી.ઝાલાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહેશે. મોરબી- માળિયા વિસ્તારના જે વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ જમા કરાવેલ છે. તે વિદ્યાર્થીઓએ પોતાના વાલી સાથે સવારે 8:30 કલાકે ખાસ ઉપસ્થિત રહેવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.