સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી માર્કેટિંગ યાર્ડ અને મોટી બરારમાં યોજાયો રક્તદાન કેમ્પમોરબી :ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ મોરબીમાં 245 અને મોટી બરારમાં 61 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, આર.ડી.સી.ના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, આર.ડી.સી.ના જી.એમ. વી. એમ. સખીયા હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવામાં ચેતનભાઇ ભૂત, અશોકભાઈ બોડા તેમજ આર.ડી.સી. અને સહકારી મંડળીના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પના આયોજકો નો સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ શુભેચ્છા પાઠવી હતી.