મોરબી : મોરબીમાં લુહારજ્ઞાતિ ના વિર્ધાર્થીઓને મચ્છુકઠીયા લુહારવાડી અંતર્ગત બનેલ સંસ્થા શ્રી વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ દ્વારા નોટબુક વિતરણ કરાયું અને આર્થિક જરૂરિયાત વાળા વિર્ધાર્થીઓને શિક્ષણની ફિ આપવામાં આવી આ સમિતિના વડા તરીકે પરેશભાઈ પઢારિયા, જીતેન્દ્રભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા, દિપકભાઈ પિત્રોડા અને ચેતનભાઈ મકવાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે, આ તમામ સભ્યો આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપવા માટે મોરબી લુહાર સમાજ તથા વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી અને લુહારજ્ઞાતિ ના ટ્રસ્ટી અને કારોબારી સભ્યો નો ખુબ ખુબ આભાર માને છે સાથેસાથે સમિતિના સભ્યો દ્વારા લુહારજ્ઞાતિ મોરબીને કહેવાયું છે કે આવનારા સમયમાં સમિતિ દ્વારા જ્ઞાતિ ઉપયોગી અવનવા કાર્ય કરવામાં આવશે જેમાં આજ રીતે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.