મોરબી : સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ સાથે કામ કરી લોકોમાં, બાળકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય એ માટે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ત્રિરંગા ધ્વજનું હજારોની સંખ્યામાં વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કલ્યાણ(વજે) પ્રાથમિક શાળામાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 300 બાળકોને નિઃશુલ્ક ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન બાળકોમાં દેશભક્તિની ભાવના જાગ્રત થાય અને ઘર ઘર ત્રિરંગાની મુહિમને સાર્થક કરવા માટે અજયભાઈ લોરીયાના સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સર્વોત્તમ કાર્ય કરતા શાળાના વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે અજયભાઈ લોરીયાની આ દેશ ભાવનાને વધાવી લીધી હતી. શાળા પરિવાર દ્વારા સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.