મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સાપર ગામની સીમમાં દરોડો પાડી બાવળની કાંટમાં છુપાવેલો ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે આરોપીને ફરાર દર્શાવી વધુ તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી તૈયબ માણેકે સાપર ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂનો જથ્થો છુપાવેલ છે, જેથી પોલીસે બાતમીને આધારે સાપર ગામની સીમમાં મોન્ટેજો જવાના કાચા રસ્તા પાસે બાવળની કાંટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના ૧૨ બાચકામાં ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦ હજાર મળી આવેલ હતો. રેઇડ દરમિયાન આરોપી તૈયબભાઈ ગુલામહુસેનભાઈ માણેક રહે. વીસીપરા મોરબી મૂળ શીકારપુર તા.ભચાઉ જી. કચ્છ વાળો હાજર નહિ મળી આવતા વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.