મોરબી : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે 300 જેટલા ખેત મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂના ઘાંટીલા ગામે ખેત વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા 300 જેટલા મજૂરોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જરૂરિયાત હોય ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા, ઉપસરપંચ કૈલાશભાઈ સુરાણી, ગામના આગેવાન કેતનભાઇ વિડજા, ઉમેશભાઈ જાકાસણીયા તથા ગામના યુવાનો દ્વારા 300 જેટલા ખેત મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેઓના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.