મોરબી : મોરબીમાં વર્ષ 2017 થી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વધુ એકવાર સંકટ સમયે ઉમદા કામગીરી કરવામાં આવી છે. મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે રક્તની અછતને પગલે સંસ્થાના સભ્યો તાત્કાલિક જીવનદાતા બનીને પહોંચ્યા હતા.ઇમરજન્સીમાં યુવાનોની દોટમોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલ (સિવિલ) ખાતે બ્લડની અછત સર્જાતા હોસ્પિટલ તંત્ર દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને સંસ્થાના 30 જેટલા સભ્યો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને બ્લડ ડોનેટ કરીને ઇમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરી હતી.હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનનો સંકલ્પ“હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” ના સંકલ્પ સાથે કાર્યરત આ સંસ્થા છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ સેવા બદલ દર્દીના પરિવારો અને હોસ્પિટલ સ્ટાફે સંસ્થાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.કરો એક કોલ, બચાવો જીવયુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ બ્લડની તાત્કાલિક જરૂરિયાત માટે અથવા બ્લડ ડોનેટર તરીકે સેવા આપવા માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકાય છે.